આજે તારો સંઘર્ષ તારા અસ્તિત્વનો છે
મારો સંઘર્ષ પણ મારા અસ્તિત્વનો હતો
તુ આજ વાત કરે સમાનતાની
લે હૂંય કરૂ કંઇક વાત સમાનતાની
પણ સમાનતા મને પચસે કેમ ?
હું બેઠો હતો તારા પગની એડીએ
તુ વાત કરે ખંભેથી ખંભે મળવાની
પણ સમાનતા મને પચસે કેમ ?
હૂં બેઠો હતો બહાર મંદીરના ઓટલે
તુ વાત કરે ઇશ્વર બનવાની
પણ સમાનતા મને પચસે કેમ ?
હું ખાતો હતુ તારુ વધેલુ
તુ વાત કરે બત્રિસી ભોજનની
પણ સમાનતા મને પચસે કેમ ?
હુ પીતો હતો પાણી એ લોટાની ધારથી
તુ વાત કરે મિનરલ વોટરની
પણ સમાનતા મને પચસે કેમ ?
હુ વાત માનતો તારી એ ગાળથી
તુ વાત કરે હવે ચર્ચાની
પણ સમાનતા મને પચસે કેમ ?
હું રેહતો એ ગામના છેવાડે
તુ વાત કરે એ વૈભવી મહેલોની
પણ સમાનતા મને પચસે કેમ ?
હુ બદલતો અટક એ એક ડરથી
તુ વાત કરે એ ડર કાઢવાની
પણ સમાનતા મને પચસે કેમ ?
તુ વાત કરે એક ચિંનગારીની
અહીં હુ દબાની બેઠો જવાળામુખી
સાવ કાંઇ એવુય નથી
અહી જે મારતુ એ જ પોષતુ
અને જે પોષતુ એ નરી આંખે દેખતુ
તારો સંઘષઁ એ અસ્તિત્વ માટે છે
મારા માટે સંઘષઁ એ જ જીવન છે
વાત કરે છે તુ સમાનતાની
પણ અહીં અસમાનતા જ મારો જીવ છે
પણ સમાનતા મને પચસે કેમ ?
હોઇ શકુ હુ લાખોમાં એક અપવાદ
હોઇ નરી મારી આ કલ્પના
તારો સંઘષઁ એ અસ્તિત્વનો છે
મારો સંઘષઁ જ મારુ જીવન છે
No comments:
Post a Comment