અમે તો ગામને છેવાડે રે'વા વાળા
ચામડાનુ ને સેન્ટિંગનુ કામ કરવા વાળા
આમ કેવાઈએ હરીજન
પણ રામજીમંદીરમાં પ્રવેશ-નિષેધ
અમે સવાયા ગુલામ
આપાની ગાળો ખાતા તોય એની દાડીયું કરતા
અમારા ધમઁની અમને ક્યાં ખબર
ગરીબી હટાવવા ને ભણતર મેળવવવા ધઁમાંતરણ કરતા
અમે કોઈથી અભડા'તા ને
કોઈ અમારાથી
એમના એઠા ઠેબરામાં પાણી-અંજળ છેટેથી કરતા
અમે સવાયા માંસાહારી
એ ભેંસનુ કે ગાયનુ હોય
હોય એ પાડા નુ કે બળદનુ
પણ ક્યાં એ હલાલ હતું
હતુ એ તો મડદાર
અમે લાંજુય કાઢતા, હોય એમાં
અમારા મોટીયાર ને આખું ગામ
વ્યસન જાણે કે સો ટકા
એ હોય પડીકી, માવો,અફીણ,દારુ કે બીડી
એમા રહ્યા અમે અપવાદ
આવ્યો કોઈ દેવદૂત, મોહનભાઈ એનુ નામ
પકડ્યો અમારો હાથ, મંજિલ શરુ થઈ
ક્યોઁ પરીશ્રમ, મળ્યુ ફળ
તોય છેલ્લે લાગ્યુ અનામતનુ લાંછન
થયા મોટાને, ભણી-ગણી આગળ વધ્યા
તોય રહ્યા અમે પુંજાના છોકરા
આ મારી જીંદગી
મને જ નો' સમજાઈ
લાગે આ બધું "અપવાદ' મને
આંમા કોઈ શું સમજે મને
એટલે જ કહી દીધુ
અમારી વાતો પરીકથા જેવી છે.