Tuesday, 15 December 2015

મે અનામત લીધી છે

title : મે લીધુ છે અનામત

મેં લીધુ છે અનામત કેમ કે
જન્મયો ત્યારે માથે છાપરુ નોહતુ
બાળમંદીરનુ નામોનીશાન નોહતુ
પ્રાથમિક શાળામાં ઓરડા નોહતા
રસ્તો નહતો ને પગ એ ઊઘાડા હતા

સ્કુલ પછીના સમયમા ટયુશન ના વેંત નોહતા
ભણવા માટે ધગશ હતી પણ લાઇટના ઠેકાણા નહોતા
રવિવારની રાહ નોહતી એતો દા'ડી નો દીવસ હતો
ઉચ્ચ-શિક્ષણનો દાયરો નહોતો
આવન-જાવન માટે બસ નહોતી

હોસ્ટેલના એ દીવસો હતા
વહેલી સવારે ઊઠાડતા
ઠંડાબોળ પાણીએ નહાતા
સુકીભઠ્ઠએ રોટલી હતી
પાણી પચપચતુ એ શાક હતુ

ખબર જ હતી આમાં કંઈ થવાનુ નથી
ભણીગણીને બાપદાદાનુ એ જ કિામ કરતા

ખબર નહી ક્યાંથી મળી ગઇ ડાઁકટરી
ફી માટેના પૈસા નહોતા
કોઇ સજ્જન મદદ કરતા
એમ ને એમ ગુજારો કરતા
ભણ્યા પછી આગળ ભણવા નોકરી કરતા

હોઇ શકું હૂ લાખોમાં એક
પણ
છુ આજે લાખો એક ડાઁકટર
હા મે અનામત લીધુ છે..

મહેનતાણુ

અનામત એટલે
આભટછેટ
દા'ડી
વૈતરુ
મૈલી
વણઁવાદ
ગરીબી
મંદિર પ્રવેશનિષેધ
ધુતકાર
અપમાન
ફટકાર
નિરક્ષરતા
અજ્ઞાનતા
લાજ

બદલ મળેલુ મહેનતાણુ.

ડરનુ અસ્તિત્વ કે અસ્તિત્વનો ડર

ડરનુ અસ્તિત્વ કે અસ્તિત્વનો ડર...Title

ડરનુ અસ્તિત્વ જ ત્યાં જીવન છે
અહીં  ડર જ જીવનનુ અસ્તિત્વ છે

ત્યાં ડરનુ અસ્તિત્વ દા'ડી કરાવે છે
અસ્તિત્વનો ડર ભણતરનો રસ્તો બતાવે છે

ત્યા ડરનૂં અસ્તિત્વ મંદીરપ્રવેશ નથી થવા દેતુ
અહી અસ્તિત્વનો ડર સવઁજ્ઞાનનુ આચરણ કરાવે છે

ત્યાં ડરનુ અસ્તિત્વ ફુલેકુ ફરવા નથી દેતુ
અહી અસ્તિત્વનો ડર ઘોડેસવારી શિખવે છે

ત્યાં ડરનુ અસ્તિત્વ લાજ કઢાવતુ
અહી અસ્તિત્વનો ડર આકાશમાં ઉડતા કરે છે

ત્યા ડરનુ અસ્તિત્વ બાળકોની લાંબી લાઇન કરતુ
અહી અસ્તિત્વનો ડર " અમે બે- અમારા બે " જેવી વાતો શીખવે છે

ત્યાં ડરનુ અસ્તિત્વ ઉંચો અવાજ નથી કરવા દેતુ
અહી અસ્તિત્વનો ડર અંતરમનમા ઘંટારવ વગાડે છૂ

ડરનુ અસ્તિત્વ ત્યાં વિચારશુન્ય કરી મુકતુ
અહી અસ્તિત્વનો ડર વિચારોનુ ધમાસાણ ઉભુ કરે છે

નથી ત્યાં "મારા" ડરનુ અસ્તિત્વ
નથી અહી "એને"મારા અસ્તિત્વનો ડર
પણ, કોણ જાણે કેમ ?
ત્યાં એના ડરનુ અસ્તિત્વ છે
અહી મને મારા અસ્તિત્વનો ડર છે..
© kanu parmar

અસ્તિત્વનો સંઘષઁ

આજે તારો સંઘર્ષ તારા અસ્તિત્વનો છે
મારો સંઘર્ષ પણ મારા અસ્તિત્વનો હતો

તુ આજ વાત કરે સમાનતાની
લે હૂંય કરૂ કંઇક વાત સમાનતાની
પણ સમાનતા મને પચસે કેમ ?

હું બેઠો હતો તારા પગની એડીએ
તુ વાત કરે ખંભેથી ખંભે મળવાની
પણ સમાનતા મને પચસે કેમ ?

હૂં બેઠો હતો બહાર મંદીરના ઓટલે
તુ વાત કરે ઇશ્વર બનવાની
પણ સમાનતા મને પચસે કેમ ?

હું ખાતો હતુ તારુ વધેલુ
તુ વાત કરે બત્રિસી ભોજનની
પણ સમાનતા મને પચસે કેમ ?

હુ પીતો હતો પાણી એ લોટાની ધારથી
તુ વાત કરે  મિનરલ વોટરની
પણ સમાનતા મને પચસે કેમ ?

હુ વાત માનતો તારી એ ગાળથી
તુ વાત કરે હવે ચર્ચાની
પણ સમાનતા મને પચસે કેમ ?

હું રેહતો એ ગામના છેવાડે
તુ વાત કરે એ વૈભવી મહેલોની
પણ સમાનતા મને પચસે કેમ ?

હુ બદલતો અટક એ એક ડરથી
તુ વાત કરે એ ડર કાઢવાની
પણ સમાનતા મને પચસે કેમ ?

તુ વાત કરે એક ચિંનગારીની
અહીં હુ દબાની બેઠો જવાળામુખી

સાવ કાંઇ એવુય નથી
અહી જે મારતુ એ જ પોષતુ
અને જે પોષતુ એ નરી આંખે દેખતુ

તારો સંઘષઁ એ અસ્તિત્વ માટે છે
મારા માટે સંઘષઁ એ જ જીવન છે
વાત કરે છે તુ સમાનતાની
પણ અહીં અસમાનતા જ મારો જીવ છે
પણ સમાનતા મને પચસે કેમ ?

હોઇ શકુ હુ લાખોમાં એક અપવાદ
હોઇ નરી મારી આ કલ્પના
તારો સંઘષઁ એ અસ્તિત્વનો છે
મારો સંઘષઁ જ મારુ જીવન છે

અનામત

હે દલિત,
આજે તારી અનામત ખતરામાં છે

એનેય(બાબા સાહેબ) ક્યાં જરુર હતી અનામતની,
તોય અળખામણો થયો અનામતથી.

તારેય કદાચ જરુરના હોય અનામતની,
થવુ પડશે અળખામણુ
આ અનામત માટે.

મને મળી હતી અનામત એક
ભાથુ" ની જેમ
આજે  આ ભાથુ" માંગે છે રૃણની ભરપાઈ જેમ

લાગે છે અન્યાય હવે અનામત થકી એને
તો તેય શું ક્યુ ને હજુ ય કરે વણઁવ્યસ્થા થકી મને

આ હાથીદાંત છે માત્ર અનામત હટાવવા માટે
બાકી મને પણ ખબર છે
તુ શું વિચારે મારા માટે

હે દલિત,
એક તુ ય છે જેને અનામતની એકડેએકની ખબર છે
અને એક એય છે જેને અનામતના એકડાનીય ખબર નથી

માફી આપવાને લાયક પણ નહી રહે, હટશે જો અનામત
અને તૂ પણ શું જવાબ આપિશ ઉપર જઈ બાબાને, હટશે જો અનામત

કંઈક વિચાર અંતરમનથી
કંઈક કર મન મક્કમ કરી

હે દલિત,
આજે તારી અનામત ખતરામાં છે

કનુ પરમાર
..""ભાથુ..એટલે ઉજળિયાત સમાજના ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે જમણવાર પછી જે વધ્યુ હોય અએમાથી એક ભાગ દલિતને આપવુ તે..