Wednesday, 3 August 2016

ભાઈબંધ

ઉગે છે સુરજ ને બધા કામધંધે લાગુ જાય છે
હું થોડો મોડો ને
તુ થોડો વ્હેલો હોઈશ!

ઢળતી સાંજનો સુરજ
ક્યા કોઈની રાહ જેએ છે
મારો થોડો વ્હેલો ને
તારો થોડો મોડો

હોય વસવસો દરેકનો
એમાં કયા કોઈ બાકાત છે
મારો થોડો ઓછો ને
તારો થોડો વધારે

ધૂપ છે તો છાંયડો પણ છે
કોને કિયારે શું મળશે?
મારે થોડો ઓછો ને
તારે થોડો વધારે

શું કહે ' અપવાદ'  આ જીંદગીને
જીંદાદીલીનુ બીજુ નામ એ જ છે
જે આવ્યો , એ જવાનો છે
હું થોડો વ્હેલો ને
તુ થોડો મોડો

-- કનુ પરમાર

Thursday, 28 July 2016

સ્વાભિમાન

મારુ સ્વભિમાન ક્યાં છે ?
આમાં તારુ સ્વાભીમાન પણ ક્યાં છે!

હું તો વષોઁથી મરેલી ગાય જેવો છુછ
મરેલાને તુ શું મારીશ!

તારો પણ આ નયોઁ દંભ છે
શિકાર જ કરવો હોય તો મરેલી ગાયનુ શા માટે છે ઘણા જંગલી આખલા ને વનરાજીમાં સિંહ

તુ ક્યાં એવો છે જેવો દેખાય છે
ત્યાં તારુ કયાં ચાલે છે!
લાગે તુ ત્યાં બકરી જેવો કે પછી શિયાળયું

હોઉ હૂઁ તારે માટે દુજણી ગાય વોઁક બેંકની
બસ હવે બહુ થયુ
આ ગાય વહુકી ગઈ છે

આ ગાયમાં એક નવો જીવ આવ્યૌ છે
નવુ એક નવચેતન આવ્યુ છે!
હવે! એક શ્યામક્રાતિ થશે.

પણ! ખબરદાર
હવે શિકાર નહી થાય
શિકારી ખુદ શિકાર બની જશે

બીજુ! નથી આદત મને શિકાર કરવાની
તારુ લોહી મીઠું  ય હશે
પણ મને લોહી પિવાની આદત નથી
હું પણ " અપવાદ " હોઈ શકું

આ તો મારા સ્વાભિમાનની વાત છે

Thursday, 14 July 2016

મે તને કંઈ કીધુ

અલ્યા,
તે મને ઢેઢો કીધો
તે મને ભંગીયો કીધો
   મે તને કાંઈ કીધુ

તે મને અાભડછેટ આપી
તે મને મડદારનુ માંસ આપ્યુ
  મે તને કાંઈ કીધુ

તે મને હરીજન કીધો
પણ નિજમંદીરમાં આવવા ના દીધો
મે તને કાંઈ કીધુ

તે મને કારણ વગર ગાળો ભાંડી
તે મને આઝાદ છતા ગુલામી આપી
મે તને કાઈ કીધુ

આ તો આજે તે
સમાનતાની વાત કરી
વાત માંથી વિચાર આવ્યો
લાવ તને એક કામ સોંપુ

આ તો હું વષોઁથી કરુ છે
તે તો આમ ભડકવાની વાત કરી

તું શા લવારા કરે સમાનતા ના ?
ગંદુ કામ પણ શોભે છે મને
તને આજ કામમાં ક્ષોભ આવે છે
' અપવાદ' શું કહે તને
   મે તને કાંઈ કીધુ
  -- અપવાદ

Wednesday, 13 July 2016

Dudhsagar Waterfall

My visit to Dudusagar Waterfall
It located at border of Goa and Karnataka..
I visited at level II which located between Colem and Castle Rock
You can see Waterfall view by train which passes through between Colem and Castle Rock.
You can reach Colem by train or by road from any location of Goa
You can reach Castle rock by road when u came from Goa or U can reach by train when u came from Banglore or Chennai..
Me, myself visited on 2nd July 2016 with my friends.
Initially it is decided that we will reach at Colem by road (Where we reach by 8:30am and from there we get the train to Castle Rock.
But unfortunayely, that day means on Saturday there is no train..so we little confused but at the next moment we know by local people that today is train at around 10am from Castle Rock towards Colem.
As we came by private vehicle , we ask driver to reach Castle Rock which is 40km away from Colem..Road is good with twist and turn through the mountain we reach at Caste Rock.
We are in time and so get the train.Train start and we pass through the tunnel by tunnel and at the end of 10th Tunnel we get the beuty of Dudhsagar Waterfall..
As train passes downward we see the view of Waterfall with Known Chennai Express Bridge.
At last we drop ourself at Madgoan where our driver is waiting for us and reach back to our destination.

Saturday, 30 January 2016

અમારી વાતો પરીકથા જેવી છૂ

અમે તો ગામને છેવાડે રે'વા વાળા
ચામડાનુ ને સેન્ટિંગનુ કામ કરવા વાળા

આમ કેવાઈએ હરીજન
પણ રામજીમંદીરમાં પ્રવેશ-નિષેધ

અમે સવાયા ગુલામ
આપાની ગાળો ખાતા તોય એની દાડીયું કરતા

અમારા ધમઁની અમને ક્યાં ખબર
ગરીબી હટાવવા ને ભણતર મેળવવવા ધઁમાંતરણ કરતા

અમે કોઈથી અભડા'તા ને
કોઈ અમારાથી
એમના એઠા ઠેબરામાં પાણી-અંજળ છેટેથી કરતા

અમે સવાયા માંસાહારી
એ ભેંસનુ કે ગાયનુ હોય
હોય એ પાડા નુ કે બળદનુ
પણ ક્યાં એ હલાલ હતું
હતુ એ તો મડદાર

અમે લાંજુય કાઢતા, હોય એમાં
અમારા મોટીયાર ને આખું ગામ

વ્યસન જાણે કે સો ટકા
એ હોય પડીકી, માવો,અફીણ,દારુ કે બીડી
એમા રહ્યા અમે અપવાદ

આવ્યો કોઈ દેવદૂત, મોહનભાઈ એનુ નામ
પકડ્યો અમારો હાથ, મંજિલ શરુ થઈ

ક્યોઁ પરીશ્રમ, મળ્યુ ફળ
તોય છેલ્લે લાગ્યુ અનામતનુ લાંછન

થયા મોટાને, ભણી-ગણી આગળ વધ્યા
તોય રહ્યા અમે પુંજાના છોકરા

આ મારી જીંદગી
મને જ નો' સમજાઈ
લાગે આ બધું "અપવાદ' મને
આંમા કોઈ શું સમજે મને

એટલે જ કહી દીધુ
અમારી વાતો પરીકથા જેવી છે.

Tuesday, 15 December 2015

મે અનામત લીધી છે

title : મે લીધુ છે અનામત

મેં લીધુ છે અનામત કેમ કે
જન્મયો ત્યારે માથે છાપરુ નોહતુ
બાળમંદીરનુ નામોનીશાન નોહતુ
પ્રાથમિક શાળામાં ઓરડા નોહતા
રસ્તો નહતો ને પગ એ ઊઘાડા હતા

સ્કુલ પછીના સમયમા ટયુશન ના વેંત નોહતા
ભણવા માટે ધગશ હતી પણ લાઇટના ઠેકાણા નહોતા
રવિવારની રાહ નોહતી એતો દા'ડી નો દીવસ હતો
ઉચ્ચ-શિક્ષણનો દાયરો નહોતો
આવન-જાવન માટે બસ નહોતી

હોસ્ટેલના એ દીવસો હતા
વહેલી સવારે ઊઠાડતા
ઠંડાબોળ પાણીએ નહાતા
સુકીભઠ્ઠએ રોટલી હતી
પાણી પચપચતુ એ શાક હતુ

ખબર જ હતી આમાં કંઈ થવાનુ નથી
ભણીગણીને બાપદાદાનુ એ જ કિામ કરતા

ખબર નહી ક્યાંથી મળી ગઇ ડાઁકટરી
ફી માટેના પૈસા નહોતા
કોઇ સજ્જન મદદ કરતા
એમ ને એમ ગુજારો કરતા
ભણ્યા પછી આગળ ભણવા નોકરી કરતા

હોઇ શકું હૂ લાખોમાં એક
પણ
છુ આજે લાખો એક ડાઁકટર
હા મે અનામત લીધુ છે..

મહેનતાણુ

અનામત એટલે
આભટછેટ
દા'ડી
વૈતરુ
મૈલી
વણઁવાદ
ગરીબી
મંદિર પ્રવેશનિષેધ
ધુતકાર
અપમાન
ફટકાર
નિરક્ષરતા
અજ્ઞાનતા
લાજ

બદલ મળેલુ મહેનતાણુ.